લંડનઃ એપીપીજીના ચેરમેન અને સાંસદ બોબ બ્લેકમેને તાજેતરમાં કાશ્મીરી પંડિતોની યાતના અંગે અર્લી ડે મોશન (EDM) પાર્લામેન્ટમાં રજૂ કરી હતી. EDMમાં જણાવાયું હતું કે જમ્મુ અને કાશ્મીરની પ્રજા સામે જાન્યુઆરી ૧૯૯૦માં ઈસ્લામિક ઉગ્રવાદીઓ દ્વારા સરહદ પારથી હુમલા કરવામાં આવ્યા હતા.
હુમલાની ૨૫મી વરસીએ આ ઠરાવ હુમલાઓમાં માર્યા ગયેલા, બળાત્કારના પીડિતોના પરિવારજનો અને મિત્રોને દિલગીરી પાઠવે છે તેમ જ જમ્મુ અને કાશ્મીરમાં પવિત્ર સ્થળોની તોડફોડને વખોડી કાઢે છે. પોતાના જાનને બચાવવા નાસી છૂટેલા કાશ્મીરીઓને હજુ સુધી ન્યાય મળ્યો નથી. આંતરરાષ્ટ્રીય સમાજે કાશ્મીરી હિન્દુ સમુદાય સામે આચરાયેલા નરસંહાર અને માનવતાવિરોધી ગુનાઓ જેવા અપરાધો અટકાવવા આગળ આવવું જોઈએ. ઓવપસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી (યુકે) દ્વારા યુકેના તમામ નાગરિકોને તેમના સાંસદોને આ EDMને સમર્થન અને સહી કરી આપવા વિનંતી કરવા જણાવાયું હતું.