કૂતરાના મળમાંથી સ્ટ્રીટલાઇટ ઝગમગશે

Wednesday 10th January 2018 06:50 EST
 
 

લંડનઃ કૂતરાના મળમાંથી સ્ટ્રીટલાઇટ પ્રકાશિત કરવા માટે ખાસ પ્રોજેક્ટ સૌ પ્રથમ વખત લંડનમાં તૈયાર કરાયો છે. માલવર્ન વિસ્તારમાં મૂકાયેલા કન્ટેનરમાં કૂતરાનું મળ એકત્રિત કરાશે. આ મળનું વિઘટન કરી તેના નાના-નાના ટુકડાઓમાંથી પ્રકાશ માટેનો મિથેન ઉત્પન્ન કરી શકાય છે. આ પ્રોજેક્ટથી ખેડૂતોને ખાતર પણ મળશે. ત્રણ વર્ષ પહેલાં આ પ્રોજેક્ટનો આઇડિયા બ્રેઇન હાર્પર નામના વ્યક્તિને આવ્યો હતો. મોટા ભાગના દેશો આ પ્રકારનો પ્રોજેક્ટ અપનાવવા માટે હવે તૈયાર થયા છે.

કન્ટેનરમાં ઉત્પન્ન કરાતી ગરમીથી તેમાં પડતા મળના આપમેળે ટુકડા થઇ રાસાયિણ પ્રક્રિયા માટે તૈયાર થશે. આ પ્રક્રિયા બાદ બાયોમિથેન ગેસ છૂટો પડશે જે સ્ટ્રીટલાઇટને પ્રકાશિત કરે છે. આ ઇકો ફ્રેન્ડલી પ્રક્રિયા છે તેથી કોઇ પ્રકારનું પ્રદૂષણ ફેલાતું નથી. બ્રિટિશરોને કૂતરાના મળની કિંમત સમજાઇ છે. આ પ્રોજેક્ટનો સતત ૧૮ મહિના સુધી ટેસ્ટ કરાયો, જેનાથી એક સાથે કુલ ૧૩ ઘરમાં પ્રકાશ આપી શકાયો હતો.

શ્વાનમાલિકોએ કૂતરાના મળની થેલી આ કન્ટેનરમાં નાંખવાની રહે છે, જેમાંથી પાઇપ લાઇન સ્ટ્રીટલાઇટના ઉપરના ભાગ સુધી જોડવામાં આવી છે. આ મળમાં ગરમી અને અન્ય કચરો ભળતા બાયોમિથેન ગેસ છૂટો પડે છે જે સ્ટ્રીટલાઇટના ઉપરના ભાગ સુધી વહી જતા લેમ્પ પ્રકાશિત થાય છે. મળના દસ કોથળા જો નાખવામાં આવે તો સતત બે કલાક સુધી સ્ટ્રીટલાઇટ પ્રકાશિત રહે છે. અગાઉ, લોકોને થોડું નવું લાગતું હતું પરંતુ હવે મળમાંથી પણ ખાતર અને પ્રકાશ મળી રહેતા લોકો મળની થેલીઓ નાંખી જાય છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter