લંડનઃ આગામી ચૂંટણી પહેલા સરકારનું કામકાજ ઠપ થઈ જવાના ભય વચ્ચે વડા પ્રધાન ડેવિડ કેમરને તેમની કેબિનેટના મિનિસ્ટર્સને પૂરજોશમાં કામે લાગી વધતાં બેકલોગને ક્લીઅર કરવા આદેશ કર્યો છે.
ચૂંટણીની જાહેરાત સાથે સિવિલ સર્વન્ટ્સ નવી સરકારની તૈયારી માટે મોટા ભાગની કામગીરી મુલતવી રાખે છે. તેઓ મિનિસ્ટર્સની સૂચનાઓ પર કામ કરતા નથી. કેટલાંક અધિકારીઓ ૩૦ માર્ચની રાહ જુએ છે, જ્યારથી તેઓ છ સપ્તાહ માટે કામકાજ બંધ કરી દેવાની તૈયારી રાખે છે. ચીફ વ્હીપ માઈકલ ગોવે ગયા મહિને કેબિનેટમાં ‘ઝોમ્બી પાર્લામેન્ટ’ મુદ્દો ઉપસ્થિત કર્યા પછી કેમરને મિનિસ્ટર્સને બેકલોગ પૂરો કરવાની ચેતવણી આપી હતી.