લંડનઃ ઈસ્લામિક કટ્ટરવાદના સામના અને યુકેમાં એકીકરણના અભાવ વિશે ડેવિડ કેમરનના સીમાચિહ્ન સંબોધનને આકાર આપવામાં તેમના બ્રિટિશ એશિયન સહાયક અમીત ગિલની મદદ મળી હતી. પૂર્વ પ્રવચનલેખક ગિલને સામાન્ય ચૂંટણી પછી ડિરેક્ટર ઓપ સ્ટ્રેટેજી તરીકે બઠતી અપાઈ છે. તેઓ કેમરનની ટીમમાં નવ વર્ષ અગાઉ સામેલ થયા હતા અને તેમના સૌથી વિશ્વાસુ અને પ્રતિષ્ઠિત સલાહકાર મનાય છે.
ગિલ બેનબરી,ઓક્સફર્ડમાં ઉછર્યા હોવા છતાં ભૂતકાળમાં પોતાની વંશીય ઓળખ સાથે સંઘર્ષરત હતા. બ્રિટનમાં ઉછરવાનું કેવું લાગે તે જાણતા હોવાથી ઓળખ અને સંવાદિતાના મુદ્દાઓ તેઓ બરાબર સમજે છે. તમે થોડો સમય બ્રિટિશ અને થોડો સમય ભારતીય હોવાની લાગણી અનુભવો છો. આ અનુભવોના કારણે જ તેઓ વિમુખતાની લાગણી ધરાવતાં સમુદાયો તેમજ એકીકરણની નિષ્ફળતાઓ વિશે વડા પ્રધાનનું પ્રવચન તૈયાર કરવામાં મદદ કરી શકયા હતા.