લંડન, સ્ક્લોસ એલ્માઉઃ વડા પ્રધાન ડેવિડ કેમરને ઈયુ રેફરન્ડમ અંગે કેબિનેટના બળવાખોર સભ્યોને ચેતવણી આપી છે. કેમરને કહ્યું હતું કે જો તેઓ બ્રિટન યુરોપીય યુનિટનમાંથી બહાર નીકળી જાય તેવું અભિયાન ચલાવવા ઈચ્છતા હોય તો તેમણે મિનિસ્ટરપદેથી રાજીનામાં આપી દેવા જોઈએ. કેબિનેટના સભ્યો સાથે મોટા સંઘર્ષનું જોખમ લેતા કેમરને કહ્યું હતું કે મિનિસ્ટર્સને મુકત મત ન આપવા દેવા વિશે તેઓ સ્પષ્ટ છે.
જર્મનીમાં જી-૭ બેઠક સમયે કેમરને એક પ્રશ્નના ઉત્તરમાં કહ્યું હતું કે જો તમે સરકારનો હિસ્સો બની રહેવા માગતા હો તો વાટાઘાટો ચાલુ છે, રેફરન્ડમ લેવાશે, જે સફળ પરિણામ તરફ દોરી જશે તેવો જ મત વ્યક્ત કરવો જોઈએ.