લંડનઃ સ્કોટિશ નેશનલ પાર્ટી (SNP)ના નવા સાંસદોના જૂથ સામે કોમન્સમાં મતદાનની પદ્ધતિ બદલવાની જરુરિયાત સહિતના આક્ષેપો લગાવાયા છે. સ્કોટિશ અથવા આઈરિશ પૂર્વનામ ‘મેક’ ધરાવતા સ્કોટિશ સાંસદોની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો થયો હોવાથી લોબીમાં ભારે ભીડ થાય છે તેવી ફરિયાદ ટોરી સાંસદોએ કરી છે. જોકે, હાઉસના લીડર ક્રિસ ગ્રેલિંગે SNPના સાંસદોને ખાતરી આપી છે કે તેઓ ‘મેક્સ’ને બહાર ધકેલી દેવાની વિનવણીઓ નહિ સ્વીકારે.
ઓછામાં ઓછાં ૨૪ સાંસદોના આખરી નામ કે સરનેઈમની શરુઆત ‘Mc’ કે ‘Mac’થી થાય છે, જેમાં ત્રીજો હિસ્સો SNPના સાંસદોનો છે. જ્યારે ‘G’થી ‘M’ સરનેઈમના સાંસદોએ મતદાન કરવાનું થાય ત્યારે ભીડ વધી જાય છે.