લંડનઃ વડા પ્રધાન ડેવિડ કેમરને હિન્દુ પ્રાઈમરી સ્કૂલ સહિત ક્રોયડનમાં બે ફ્રી સ્કૂલ્સની જાહેરાત કરી છે. હિન્દુ ચેરિટી અવંતી સ્કૂલ્સની પ્રાઈમરી શાળા અને વેલિંગ્ટન કાઉન્ટી ગ્રામર સ્કૂલની સેકન્ડરી ફ્રી સ્કૂલ ક્રોયડનમાં સ્થપાશે.
અવંતી સ્કૂલ્સ ટ્રસ્ટની પ્રથમ અરજી ગયા વર્ષે નકારાઈ હતી, પરંતુ ૪૨૦ બેઠક સાથેની પ્રાઈમરી સ્કૂલ માટે સુધારેલી અરજી માન્ય રખાઈ હતી. ટ્રસ્ટ સપ્ટેમ્બર ૨૦૧૬માં શાળા શરુ કરવાની ધારણા રાખે છે. ચેરિટીના ચીફ એક્ઝીક્યુટિવ નિતેશ ગોરે જણાવ્યું હતું કે ક્રોયડન કે તેની આસપાસ કોઈ હિન્દુ સ્કૂલ નથી અને તેમા માટે ખાસ માગણી પણ છે. વેલિંગ્ટન કાઉન્ટી ગ્રામર સ્કૂલ ક્રોયડન સાઉથમાં સેકન્ડરી ફ્રી સ્કૂલ સ્થાપવા માગે છે.