લંડનઃ બ્રિટનની પાર્લામેન્ટમાં એશિયન મૂળના દીર્ઘકાલીન સંસદસભ્ય કિથ વાઝે ૧૪ માર્ચે પાર્લામેન્ટ સ્કવેરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાના અનાવરણના આયોજનને બિરદાવતી અર્લી ડે મોશન હાઉસ ઓફ કોમન્સમાં રજૂ કરી હતી.કિથ વાઝે જણાવ્યું હતું કે ૧૪ માર્ચનો આ સમારંભ સૌથી અસરકારક સર્વકાલીન રાજકીય વ્યક્તિત્વોમાંના એક મહાત્મા ગાંધીના વારસાની યાદ સમગ્ર વિશ્વને અપાવશે. યુનાઈટેડ કિંગ્ડમ અને ભારત વચ્ચે સાંસ્કૃતિક અને રાજકીય સંબંધોની મજબૂતાઈ દર્શાવતી આ પ્રતિમા યુકે અને ભારતના સેંકડો ઉદાર દાતાઓ થકી મૂર્તિમંત બની છે. ભારતના નાણા પ્રધાન અરુણ જેટલી અનાવરણ પ્રસંગે ઉપસ્થિત રહેશે તેનો મને આનંદ છે.’