લંડનઃ બ્રિટિશ ગાયક ડેવિડ બોવી કેન્સર સામે ૧૮ મહિના લડત આપ્યા પછી પરિવારની હાજરીમાં શાંતિપૂર્વક મોતને ભેટ્યા હોવાનું સોશિયલ મીડિયામાં જાહેર થયું છે. તેઓ ૬૯ વર્ષના હતા. થોડાં દિવસો અગાઉ જ તેમનું આખરી આલબમ રીલિઝ થયું હતું. પોતાના યુગમાં સૌથી પ્રભાવશાળી સંગીતકારોમાં એક અને અસાધારણ પ્રતિભા ધરાવતા કળાકારને સમગ્ર વિશ્વમાંથી અંજલિ અર્પણ કરાઈ હતી.
સર પોલ મેક્કાર્ટનીએ ડેવિડ બોવીને ‘બ્રિટિશ સંગીતના ઈતિહાસમાં મજબૂત ભૂમિકા ભજવનાર મહાન સિતારા’ ગણાવ્યા હતા. બોવીના પુત્ર અને બાફ્ટા એવોર્ડવિજેતા ફિલ્મ નિર્દેશક જન્કન જોન્સે ટ્વીટર પર લખ્યું હતું કે, આ વાત સાચી હોવાનું કહેતા મને ભારે દુઃખ થાય છે.