ગુજરાતી ડેન્ટિસ્ટ મહિલા દર્દી સાથે અનૈતિક સંબંધ બદલ પ્રતિબંધિત

Friday 01st July 2016 05:23 EDT
 
 

લંડનઃ પરિણીત મહિલા સાથે ૧૮ મહિના સુધી આશરે ૫૦ વખત સેક્સ માણવા બદલ ગુજરાતી મૂળના ડેન્ટિસ્ટ ડો. પરાગ પટેલ પર પ્રેકટિસ કરવા સંબંધે આજીવન પ્રતિબંધ લદાયો છે. પોલીસમાં ફરિયાદ પછી ઓળખ છુપાવાયેલી ૩૦ વર્ષીય મહિલા દર્દી સાથે ડો. પરાગ પટેલના ગેરવર્તનનો કેસ યુકે જનરલ ડેન્ટલ કાઉન્સિલ સમક્ષ લાવવામાં આવ્યો હતો. ડોક્ટરે આલિંગન અને ચુંબનો કરવા માટે દર્દીને ફીમાં ડિસ્કાઉન્ટ પણ આપ્યું હતું.

કાઉન્સિલે જણાવ્યું હતું કે,‘વ્યવસાયિક મર્યાદાઓનો ભંગ કરીને એક દર્દીને શારીરિક સબંધ બાંધવા ઉશ્કેરવા અને લાંબા સમય સુધી સેક્સ માણવો એ ડેન્ટિસ્ટ પાસેથી અપેક્ષિત ન હોય અને તમામ મર્યાદાઓનું ઉલંઘન છે. દર્દી નંબર એકને તેનો ધર્મ અને પતિને છોડવા ઉશ્કેરણી કરવી, એના ઘરની મુલાકાત લેવી, ભેટ આપવી, એના પિતાને સંદેશો આપવા ખોટા ઇ-મેલ બનાવવા અને સબંધો તોડયા પછી પણ એનો પીછો કરવો એ તમામ મર્યાદાઓના ભંગ સમાન છે અને પટેલ એવી રીતે વર્તતા હતા કે એના સાથી ડોકટરો એને અમાન્ય ગણતા હતા.’

નોર્થ વેસ્ટ લંડનના પિન્નેરના રહેવાસી પટેલ પરિણીત છે અને યુકેમાં જ ૧૯૮૫માં ડેન્ટિસ્ટ તરીકે તાલીમ લીધી હતી. નવેમ્બર ૨૦૧૨થી તેણે મહિલા દર્દી સાથે સંબંધો બાંધ્યા હતા, જે ૨૦૧૩માં અતિ ઘનિષ્ઠ બન્યા હતા. આ પછીના બે વર્ષમાં દર્દીએ સારવાર પાછળ ૧૬,૦૦૦ પાઉન્ડ ખર્ચ્યાં હતાં. પટેલે અન્ય દર્દીને નબળી સારવાર આપી હોવાની નોંધ પણ કાઉન્સિલે લીધી હતી. તેની સાથે ૯૦ એપોઈન્ટમેન્ટ છતાં ચોક્કસ સુધારો થયો ન હતો, જે વર્ત અપેક્ષિત ધોરણોથી ઘણું નબળું હતું.

પીડિતા દર્દીએ કહ્યું હતું કે,‘એ મને ચર્ચમાં નહીં જવા કહેતો. એણે મારી સાથે પચાસેક વાર શરીર સુખ માણ્યુ હતું. એ મને કહેતો હતો તું જ મારી સાચી સાથી છે અને આપણે જે કંઇ કરીએ છીએ એ કંઇ પાપ નથી. સેક્સ એ પોષણની બાબત છે.’ મહિલા દર્દીએ ડોક્ટર સાથે સબંધો કાપી નાંખ્યા ત્યારે પટેલ મહિલાના ઘરની નીચે અડ્ડો જમાવીને બેસી જતો હતો અને જ્યારે એ પોતાના બાળકોને શાળાએ મૂકવા જતી ત્યારે એનો પીછો કરતો હતો. દર્દીના ઘરમાં જ એનૈતિક સંબંધ માણતા પટેલ એક વખત પતિના હાથે ઝડપાઈ જવામાંથી બચી ગયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter