ગેટવિકથી અમદાવાદઃ હવે ત્રણ ડાયરેક્ટ ફ્લાઇટ

Saturday 25th March 2023 07:06 EDT
 
 

લંડનઃ ભારતના ટોચના કોર્પોરેટ હાઉસ ટાટા ગ્રૂપે એર ઇંડિયાનું સુકાન સંભાળ્યા બાદ હવે એરલાઇનના ઇન્ટરનેશનલ નેટવર્કનું વિસ્તરણ કરવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. એર ઇંડિયાએ હવે ગેટવિક એરપોર્ટથી 12 વિકલી ડાયરેક્ટ ફ્લાઇટ અને હીથ્રો એરપોર્ટ માટે પાંચ વધારાની ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરી છે. 26 માર્ચથી શરૂ થઇ રહેલી આ 12 ડાયરેક્ટ ફ્લાઇટમાંથી ત્રણ ફ્લાઇટ સીધી અમદાવાદને જોડશે. હાલમાં પ્રવાસીઓને દર અઠવાડિયે બે ડાયરેક્ટ ફ્લાઇટની સુવિધા ઉપલબ્ધ છે. આમ વધુ એક ડાયરેક્ટ ફ્લાઇટ ઉપલબ્ધ થતાં પ્રવાસીઓની સુગમતામાં વધારો થશે. એર ઇંડિયા દ્વારા શરૂ થઇ રહેલી બાકીની ડાયરેક્ટ ફ્લાઇટ પ્રવાસીઓને સીધા જ અમૃતસર, ગોવા અને કોચી પહોંચાડશે.
એર ઈન્ડિયા અમદાવાદ, અમૃતસર, ગોવા અને કોચી જેવાં શહેરોમાંથી ગેટવિક એરપોર્ટ સુધી સપ્તાહમાં ત્રણ વખત એટલે કે 12 ફ્લાઈટની સેવા ઓપરેટ કરશે અને તે યુકેના બીજા ક્રમના સૌથી મોટા એરપોર્ટ સુધી ડાયરેક્ટ ફ્લાઈટ ઓફર કરનારી એકમાત્ર શિડ્યુલ્ડ એરલાઈન છે.

(વિશેષ અહેવાલ પાન - 11)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter