લંડનઃ ગોઅન્સ ઈન્ટરનેશનલ (GI) દ્વારા બીજા ગ્લોબલ બિઝનેસ લંચનું ગત ૬ ઓગસ્ટ ૨૦૧૬ના રોજ ટેમરિન્ડ મેફેર ખાતે આયોજન કરાયું હતું. તેમાં મોટી સંખ્યામાં ગોવાના બિઝનેસ પ્રોફેશનલ્સ હાજર રહ્યા હતા અને લંચનો આનંદ માણ્યો હતો.
એન્ટોનિઓ ફર્નાન્ડિસ FIH એ ઓળખવિધિ કરી હતી. જર્મનીના રિસર્ચ પ્રોફેશનલ મેરી લોઉ ઝુઝાર્ટે બ્રેક્ઝિટની યુરોપ પર કેવી અસર થશે તે વિશે વક્તવ્ય આપ્યું હતું. બાદમાં લેબર સાંસદ કિથ વાઝે ગોવાવાસીઓ બિઝનેસ, સંસ્કૃતિ અને વર્ષ ૨૦૧૭ના આયોજિત ઈન્ડિયા ઈનિશિએટિવની તકો કેવી રીતે ઝડપી શકે તે વિશે પ્રવચન આપ્યું હતું. GIના પ્રમુખ મિલ્ટન રોડ્રિગ્સે આભાર પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
આ પછી સહુએ મિશેલિન સ્ટાર શેફ પીટર જોસેફ એન્ડોવને ખાસ તૈયાર કરેલા લિજ્જતદાર ગોવાનીઝ ભોજનનો આનંદ લીધો હતો.