લંડનઃ બેન્ક કાર્ડની વધુપડતી ફીમાં ઘટાડાનો લાભ ખરીદારોને આપવા સરકારે રીટેઈલર્સને જણાવ્યું છે. નવા ઈયુ કાયદા અનુસાર ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન માટે બેન્ક્સ દ્વારા ચાર્જ કરાતી ઈન્ટરચેન્જ ફીમાં કાપ મૂકાયો છે, જેનાથી રીટેઈલર્સને વર્ષે અડધા બિલિયન પાઉન્ડની બચત થશે. ખરીદારોને આ લાભ પરત અપાય તો બ્રિટિશરોને સરેરાશ ૩૬ પાઉન્ડની બચત થઈ શકે. આ માટે સરકાર દ્વારા દુકાનો પર દેખરેખ રખાશે.
નવા યુરોપીય નિયમો ડિસેમ્બરથી લાગુ થશે. ઈન્ટરચેન્જ ફીમાં ઓછામાં ઓછી મર્યાદાથી દુકાનોને વર્ષે ૪૮૦ મિલિયન પાઉન્ડની બચત થશે, જે તમામ બિઝનેસીસ માટે વધીને વર્ષે ૭૦૦ મિલિયન પાઉન્ડ સુધી પહોંચશે.