લંડનઃ ઉચ્ચ શિક્ષણ મેળવેલા ગ્રેજ્યુએટ્સની સરખામણીએ એપ્રેન્ટીસશિપ અને ટેક્નિકલ કોર્સીસ ભણેલા યુવાનો વાર્ષિક ૧૦૦૦થી ૭૦૦૦ પાઉન્ડની વધુ કમાણી કરે છે. લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સના સેન્ટર ફોર વોકેશનલ એજ્યુકેશન રિસર્ચના અભ્યાસ મુજબ ૨૬ વર્ષની વયે લેવલ ૪નું ક્વોલિફેકેશન ધરાવનારા અથવા એપ્રેન્ટીસશિપ, સર્ટિફિકેટ ઓફ હાયર એજ્યુકેશન અથવા અન્ય વોકેશનલ કોર્સીસ કરનારાની કમાણી ડીગ્રીધારકો કરતાં વધુ હોય છે. પુરુષોની સરેરાશ કમાણી ૩૦,૪૦૦ અને સ્ત્રીઓની કમાણી ૨૧,૩૦૦ પાઉન્ડ હોય છે. આ જ વયના ડીગ્રીધારક પુરુષ અને સ્ત્રીની કમાણી અનુક્રમે ૨૩,૨૦૦ અને ૨૦,૫૦૦ પાઉન્ડ હોય છે.