ગ્રેનફેલ ટાવર આગના ૫૦મા મૃતકની ઓળખ જાહેર કરાઈ

Friday 11th August 2017 05:02 EDT
 

લંડનઃ ગ્રેનફેલ ટાવરની આગના ૫૦મા મૃતકની ઓળખ ૯ ઓગસ્ટે જાહેર કરવામાં આવી છે. તેની માતાએ ૪૫ વર્ષીય ડેબોરાહ લેમ્પ્રેલને અદ્ભૂત પુત્રી ગણાવી શ્રદ્ધાંજલિ આપી હતી. તપાસકર્તા એજન્સી દ્વારા હજુ ઓછામાં ઓછાં ૩૦ મૃતકની સત્તાવાર ઓળખ જાહેર કરવાની બાકી છે. અગાઉ, સૌથી નાના એટલે કે ગર્ભમાં મૃત બાળક તેમજ ૮૨ વર્ષના પેન્શનર અલી જફારી સહિત ૪૯ મૃતકની ઓળખ જાહેર કરવામાં આવી હતી.

જાહેર કરાયેલા નિવેદનમાં મિસ લેમ્પ્રેલની માતાએ જણાવ્યું હતું કે તેમની પુત્રી અદ્ભૂત અને અમૂલ્ય હતી, જે હંમેશાં અન્યોને મદદ કરવા હસતા મુખે તત્પર રહેતી હતી. ડેબીની માતા અને ડેબીને જાણનારી તમામ વ્યક્તિ તેને ગુમાવ્યાનો અહેસાસ અનુભવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter