વૈશ્વિક પ્રતિભા સ્પર્ધાત્મકતા ઈન્ડેક્સ પ્રસિદ્ધ કરતી ઈન્ટરનેશનલ બિઝનેસ સ્કૂલ ઈનસીડ અનુસાર ભૌગોલિક પડકારો અને ઓછાં કુદરતી સ્રોત ધરાવતા દેશો ઉચ્ચ પ્રતિભાવંત લોકોને તાલીમ આપવાની વધુ શક્યતા ધરાવે છે. આ દેશો પાસે ખુલ્લાં અર્થતંત્રો સિવાય કોઈ વિકલ્પ હોતો નથી. સંશોધકોએ રાજકીય સ્થિરતા, બિઝનેસ અને સરકારના સંબંધો, સ્પર્ધા અને પહેલનું વાતાવરણ, શ્રમબજારની લવચીકતા, આઈટી સુવિધા, માઈગ્રેશન, ઉદ્યોગસાહસ પ્રવૃત્તિ અને યુનિવર્સિટીના આંતરરાષ્ટ્રીય ક્રમાંકો સહિતના પરિબળો સાથે ૧૦૦થી વધુ દેશોને ધ્યાનમાં લીધા હતા.
NHSમાં પેશન્ટ માટે પથારીની કટોકટી
લંડનઃ પેશન્ટને સાજા થયા પછી પણ ઘર અથવા કોમ્યુનિટીમાં તેમની સારસંભાળ લેનાર કોઈ ન હોવાથી NHSમાં દરરોજ સરેરાશ ૪,૧૫૫ પથારી રોકાયેલી રહે છે, જે છ વર્ષમાં સૌથી વધુ છે. ગયા વર્ષે રોકાયેલી પથારીની સરેરાશ સંખ્યા ૨,૮૫૨ હતી.
સામાજિક સંભાળમાં એક બિલિયન પાઉન્ડના કાપ પછી આ પરિસ્થિતિ વણસી છે. બ્રિટિશ મેડિકલ એસોસિયેશનના વડા ડો. માર્ક પોર્ટરે જણાવ્યું હતું કે સામાજિક સંભાળ તંત્રમાં પથારીની અછતની સીધી અસર તરીકે પેશન્ટ્સને ડિસ્ચાર્જ કરી શકાતા નથી. હોસ્પિટલોમાં પણ પથારીની અછત હોવાથી દર્દીને કલાકો સુધી ટ્રોલી પણ રાહ જોવાની ફરજ પડે છે. હેલ્થવોચ સંસ્થાના વડા એન્ના બ્રેડલીના જણાવ્યા અનુસાર તમામ દર્દીની સલામત ને સમયસર ડિસ્ચાર્જ કરવામાં આવે તો વધુ પેશન્ટ માટે પથારી મુક્ત કરી શકાય અને નાણાની બચત થઈ શકે.