નજીકના ગ્રાન્ટ્સ હિલ ટાઉનનો ૧૦૦૦ ઘરદીઠ ૫૪.૯ ઘરચોરીની ઘટના સાથે બીજો ક્રમ આવે છે, પરંતુ અહીં હોમ ઈન્સ્યુરન્સ ક્લેઈમ હેઠળ સરેરાશ £૬,૫૮૧ ચૂકવાયા હતા. આનાથી વિપરીત ૦.૧ ટકાથી પણ ઓછાં ઘરચોરી ક્લેઈમ્સ ડમ્ફ્રાઈસના લોચી અને સ્કોટલેન્ડના એલ્ડોચલીમાં થયાં છે. પ્રથમ દસની યાદીમાં લંડન, માન્ચેસ્ટર અને વેસ્ટ યોર્કશાયરનો પણ સમાવેશ થાય છે. એસોસિયેશન ઓફ બ્રિટિશ ઈન્સ્યુરર્સના આંકડા અનુસાર વીમા કંપનીઓ ડોમેસ્ટિક પ્રોપર્ટી ક્લેઈમ્સ હેઠળ દરરોજ £૮.૧ મિલિયનની ચુકવણી કરે છે. ઘરચોરી હોમ ઈન્સ્યુરન્સ ક્લેઈમ્સમાં સૌથી સામાન્ય ત્રીજો પ્રકાર છે.