લંડનઃ નોર્થ લંડનની લેબર પાર્ટીશાસિત કેમડન બરોએ કાઉન્સિલ હોમ્સ માટે ૨૭,૦૦૦ નામના વેઈટીંગ લિસ્ટમાંથી ૨૨,૦૦૦ લોકોના નામ રદ કરી દીધાં છે. બરોએ ઓછાં મકાનોને કારણ ગણાવીને તે મેળવવા માટેની પાત્રતાના ધારાધોરણો પણ કડક બનાવી દીધાં છે.
નવા નિયમ મુજબ અરજદાર છેલ્લાં સાતમાંથી પાંચ વર્ષ બરોમાં રહેલા હોવા જોઈએ. આ ઉપરાંત, જેમની નાણાંકીય મિલકત અથવા બચત ૩૨,૦૦૦ પાઉન્ડથી વધારે હશે તે પાત્ર ગણાશે નહિ. લીવીંગ રૂમ અને ડાઈનિંગ રૂમનો પણ સંભવિત બેડરૂમ્સ તરીકે સમાવેશ કરીને ઓવરક્રાઉડિંગના નિયમોને સખત બનાવાયા છે. લાંબા વેઈટીંગ લિસ્ટવાળી અન્ય બરો પણ આ પગલાને અનુસરે તેવી હાઉસિંગ નિષ્ણાતોને આશંકા છે.