ઘોડેસવારીનો શોખ ભારે પડ્યો

Tuesday 03rd March 2015 13:32 EST
 
 

કેન્ટના ટોનબ્રિજ ખાતે ફાર્મ ધરાવતા અને પ્રાથમિક શાળાના ૬૨ વર્ષના નિવૃત્ત શિક્ષીકા રોઝમેરી ટર્નબોલ બે ઘોડાના પગ નીચે કચડાઇ જતા મોતને ભેટ્યા હતા. તેઅો શિકાર કરવા જવાની તૈયારી કરતા હતા ત્યારે અચાનક ઘોડા ચમકતા તેઅો ઘોડાના પગ નીચે ચગદાઇ ગયા હતા. જેને કારણે તેમને છાતીમાં અને શરીર પર બહુ બધી ઇજાઅો થઇ હતી. જેમાં તેઅો મોતને ભેટ્યા હતા. તેમને બચાવવા એર એમ્બ્યુલન્સ અને અન્ય તબીબી મદદ લેવાઇ હતી. પરંતુ માત્ર ૪૦ જ મિનિટમાં તેમણે દેહ છોડી દીધો હતો. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter