લંડનઃ સરકાર દ્વારા ભારે ખર્ચ કરાતો હોવાં છતાં નર્સરીઓ દ્વારા ચાઈલ્ડકેરની કિંમતો ત્રીજા ભાગના વધારા સાથે વાર્ષિક £૧૧,૦૦૦ને પણ આંબી ગઈ છે.
ધ ફેમિલી એન્ડ ચાઈલ્ડકેર ટ્રસ્ટ સર્વે અનુસાર ગઠબંધન સરકાર દ્વારા બાળસંભાળ ક્ષેત્રે જંગી ખર્ચ કરાવા છતાં બાળસંભાળની કિંમતો તાજેતરના વર્ષોમાં સતત વધતી રહી છે. નર્સરીઓ સામે નફાખોરીના આક્ષેપો પણ થઈ રહ્યાં છે. રિપોર્ટ જણાવે છે કે મંદી દરમિયાન બાળસંભાળની કિંમતો નીચી રખાઈ હતી, પરંતુ અર્થતંત્રમાં સુધારા સાથે હવે નર્સરીઓ કિંમતોમાં નાટ્યાત્મક વધારો કરવાનું પસંદ કરી રહી છે.