લંડનઃ ટોરી પાર્ટીના નેતાઓને મે મહિનાની પાંચમી તારીખે ઈંગ્લેન્ડમાં યોજાનારી સ્થાનિક કાઉન્સિલોની ચૂંટણીમાં લાભ થવાની આશા છે. ટોરી કાઉન્સિલરો માને છે કે વધતી મોંઘવારી અને ગરીબી માટે પાર્ટીને દંડવામાં નહિ આવે. 48 વર્ષ જેટલા લાંબા સમયથી લેબર પાર્ટીના અંકુશમાં રહેલી સંડરલેન્ડને આંચકી લેવા તેઓ તૈયાર છે. જોકે, ઘણા નેતાઓ આસમાને જઈ રહેલા બિલ્સથી ચિંતિત છે. રિશિ સુનાકના મિનિ બજેટના લીધે એક મિલિયનથી વધુ લોકો ગરીબીના ખપ્પરમાં હોમાઈ જવાની ધારણા છે. આ બજેટની નિષ્ણાતો અને બેકબેન્ચર ટોરી સાંસદોએ આકરી ટીકા કરી છે.