લંડનઃ ૩૬ વર્ષીય બ્રિટિશ મહિલાએ ઓફિસમાં કામ કરતી વખતે જોરથી નાક ખંખેરતા થોડા સમય માટે તેની દ્રષ્ટિ જતી રહી હતી અને ચહેરાના એક હાડકામાં ફ્રેક્ચર થયું હતું. બ્રિટિશ મેડિકલ જર્નલના અહેવાલ મુજબ થોડા કલાક બાદ તેના નસકોરામાંથી લોહી નીકળવા લાગ્યું હતું. તેની ડાબી આંખ પર ખૂબ સોજો આવી ગયો હતો. તેને આંખોમાં ખૂબ બળતરા અને માથામાં સખત દુઃખાવો થવા લાગ્યો. તેથી તેને A&E લઈ જવાઈ હતી.
લંડનની નોર્થ મીડલસેક્સ હોસ્પિટલના ડોક્ટરોએ તેને કેટલી ઈજા થઈ હતી તે જોવા ચહેરાનું CATસ્કેન કરાવ્યું.જોરથી નાક ખંખેરવાથી ડાબી આંખના સોકેટ ફરતે હાડકામાં ફ્રેક્ચર થયાનું જણાયું હતું.