ટોરી પાર્ટી ઘર પર વારસાવેરો ઘટાડશે

Tuesday 14th April 2015 09:35 EDT
 

લંડનઃ વડા પ્રધાન ડેવિડ કેમરને જાહેર કર્યું છે કે તેમનો ટોરી પક્ષ ચૂંટણીમાં વિજય મેળવશે તો પેરન્ટ્સ તેમના સંતાનોને એક મિલિયન જેટલી કિંમતનું ઘર વારસામાં આપી જઈ શકશે. આ માટે ઈન્હેરિટેન્સ ટેક્સ ચુકવવાનો રહેશે નહિ.

એપ્રિલ ૨૦૧૭થી વારસાવેરાની મર્યાદા સાત આંકડાથી શરૂ થશે. કન્ઝર્વેટિવ પાર્ટીના ચૂંટણીપ્રચારના ભાગરુપે કેમરને જણાવ્યું હતું કે આ યોજના પાછળ થનારા વાર્ષિક એક બિલિયન પાઉન્ડનો ખર્ચ £૧૫૦,૦૦૦થી વધુ કમાતા લોકોનાં પેન્શન ફાળા પરની ટેક્સ રાહત ઘટાડીને ઉભો કરવામાં આવશે. પ્રોપર્ટી સંકળાયેલી હોય તેવા કેસમાં વ્યક્તિગત ટેક્સ-ફ્રી એલાવન્સ £૩૨૫,૦૦૦થી વધારીને £૫૦૦,૦૦૦ કરાશે. આમ, દંપતીને સંયુક્તપણે £૧ મિલિયન ટેક્સ- ફ્રી ભંડોળ મળશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter