લંડનઃ ફેમિલી લોયર્સ સંગઠને ઈંગ્લેન્ડના ડાયવોર્સ કાયદાઓને જરીપૂરાણા, અપૂરતાં ગણાવી તેમાં તત્કાળ સુધારાની જરૂર હોવાનું જણાવ્યું છે. તેમણે જીવનસાથીઓ એકબીજા સામે અતાર્કિક- ગેરવાજબી વર્તનના આક્ષેપો કરે તેવાં ભૂલ આધારિત ડાઈવોર્સને નાબૂદ કરવા હિમાયત કરી છે.
આવાં આક્ષેપોના પરિણામે, કડવાશપૂર્ણ કાનૂની લડાઈઓ સર્જાય છે. હાલ, જીવનસાથીઓ બેથી વધુ વર્ષ અલગ ન રહેતા હોય તેવી સ્થિતિમાં એકબીજા પર દોષારોપણમાં સહભાગી બનવું પડે છે. ફેમિલી લોયર્સના આવેદનમાં જણાવાયું છે કે ૨૦૧૨માં વ્યભિચાર અથવા ગેરવાજબી વર્તનના આક્ષેપોનો ઉલ્લેખ કરાયો હોય તેવા ૭૨,૦૦૦થી વધુ ડાઈવોર્સ નોંધાયાં હતાં.