પાકિસ્તાની મૂળના બ્રિટિશ ઓલિમ્પિયન બોક્સર આમિર ખાનને ૧૧ સપ્ટેમ્બરે બોક્સિંગની સ્પર્ધામાં વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયન ફ્લોઈડ મેયવેદર અને મારકોસ મેડાનની મેચમાં ભાગ અમેરિકા જવાનું હતું. પરંતુ અમેરિકાએ તેનો વિઝા નકારી દીધો હતો. આમિરે એરપોર્ટ પરથી બ્રિટિશ વડાપ્રધાન કેમરનને ફોન લગાવી તેમને પોતાની મુશ્કેલી જણાવી હતી. કેમરને તરત અમેરિકા વાત કરી હતી. થોડી વારમાં બોક્સરને ફોન લગાવીને જણાવ્યું કે, 'મારી વાત થઇ ગઇ છે, તમે જઇ શકો છો.' સન્ડે ટાઇમ્સને ખાને જાણકારી આપી હતી.
આમિરે બ્રિટન માટે બોક્સિંગના વર્લ્ડ ટાઇટલ અને ૨૦૦૪ના એથેન્સ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. એથેન્સ ઓલિમ્પિક વખતે તે ૧૭ વર્ષનો હતો. આમિર ખાનના જણાવ્યાં અનુસાર તેને બોક્સિંગથી દરજ્જો પ્રાપ્ત કર્યો છે. વર્લ્ડ ટાઇટલ જીત્યા પછી ડેવિડ કેમરન સાથે મુલાકાત થઇ. ત્યારે તેમણે પોતાનો નંબર આપ્યો હતો.