લંડનઃ અભ્યાસનો તણાવ વધી રહ્યો છે ત્યારે યુનિવર્સિટીઓએ વિદ્યાર્થીની મદદ કરવાની વધુ જવાબદારી ઉઠાવવી જોઈએ તેવો મત પ્રવર્તી રહ્યો છે. ગત દાયકામાં યુનિવર્સિટી કોલેજ લંડન, ઓક્સબ્રિજ, બ્રિસ્ટલ, ઈમ્પિરિયલ કોલેજ સહિતની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓમાં હતાશા, ચિંતાતુરતા અને માનસિક આરોગ્યની સમસ્યા વધી રહી હોવાનું અભ્યાસમાં બહાર આવ્યું છે.
યુનિવર્સિટી કોલેજ લંડનના વિદ્યાર્થી ગ્રેસ જેરેમી માને છે કે ૨૦૦૪ પછી દેશની સૌથી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓમાં માનસિક ચિંતા ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓનું પ્રમાણ લગભગ બમણું થઈ ગયું છે. મદદ ઈચ્છતા વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે. આવા સંજોગોમાં યુનિવર્સિટીઓએ આવા તણાવગ્રસ્ત વિદ્યાર્થીઓને મદદ કરવાની વધુ જવાબદારી ઉઠાવવાની જરુર છે.