દરેક દક્ષિણ એશિયન પરિવારના હૃદયમાં સ્થાન ધરાવતો એલિફન્ટ આટા 60 વર્ષની ઉજવણી કરી રહ્યો છે. 1962માં બ્રિટનમાં વસતા દક્ષિણ એશિયન સમુદાય માટે આટાની પહેલી બ્રાન્ડ તરીકે એલિફન્ટ આટા બજારમાં મૂકાયો હતો.
એલિફન્ટ આટાને અભિનંદન પાઠવતા સંદેશામાં માસ્ટર શેફ પ્રોફેશનલ્સ વિનર શેફ સંતોષ શાહ કહે છે કે હું જે કોઇ વાનગી તૈયાર કરુ છું તેમાં એલિફન્ટ આટા કેન્દ્રસ્થાને હોય છે તેમાં આશ્ચર્યની કોઇ વાત નથી. હું હંમેશા વાનગીઓ તૈયાર કરવા માટે શ્રેષ્ઠ ઉત્પાદનોનો ઉપયોગ જ પસંદ કરું છું. માસ્ટર શેફમાં વિજેતા બન્યા બાદ એલિફન્ટ આટા મારી પ્રિય બ્રાન્ડ બની રહ્યો છે અને હું સંકળાયો હોય તેવી આ પહેલી બ્રાન્ડ છે. અમારા જેવા શેફને અદ્દભૂત વારસા સાથે 60 વર્ષ સુધી જાદુ યથાવત રાખવા માટે હું તેમને અભિનંદન આપું છું. એલિફન્ટ આટાનો જાદુ વધુ 60 વર્ષ જળવાઇ રહેશે.
રેડિકલકિચનના વ્યંજન નિષ્ણાત આવી જ લાગણી પ્રગટ કરતા કેવી રીતે છેલ્લા 30 વર્ષથી એલિફન્ટ આટા તેમની ફૂડ સ્ટોરીઝનો હિસ્સો બની રહ્યો છે તેનું રહસ્યોદ્ઘાટન કરતાં કહે છે કે 30 વર્ષ પહેલાં હું પહેલીવાર બ્રિટન આવી ત્યારે એક સ્થાનિક એશિયન દુકાનમાં એલિફન્ટ આટા મેળવીને મને જે આનંદ થયો તે મને આજે પણ યાદ છે. તે દિવસોમાં એશિયન ફૂડ મેળવવું મુશ્કેલ હતું અને મને વિશ્વાસ નહોતો કે મને અહીં મારી પસંદગીનો આટો અને મસાલા મળી રહેશે. પરંતુ દુકાનોમાં એલિફ્ન્ટ આટા મળતો જોઇ હું રોમાંચિત થઇ ગઇ હતી. એલિફન્ટ આટા મળવાના કારણે મને ઘરનું ભોજન મળતું થયું હતું જેણે મને અહીં નવા જીવનમાં સ્થાયી થવામાં મદદ કરી હતી. ત્યારથી અત્યારસુધી મને એલિફન્ટ આટા સામે કોઇ ફરિયાદ નથી. 60 વર્ષની લાંબી મુસાફરી માટે એલિફન્ટ આટાને અભિનંદન. મારા જેવા ઘણા લોકોને ઘરના ભોજનનો આનંદ આપવા માટે આભાર.
60 વર્ષ પછી હવે અમે અમારી ડાયમંડ જ્યુબિલીની ઉજવણી તમારી સાથે ઉજવી રહ્યાં છીએ. અમારા ગ્રાહકો વિના 60 વર્ષની આટલી લાંબી મજલ કાપી શકાઇ હોત નહીં. તેથી અમે આભાર વ્યક્ત કરવા તમારા માટે સ્ટોરમાં કંઇક વિશેષનું આયોજન કર્યું છે. અમારી વેબસાઇટ https://elephantatta.com/60years/ પર અમે એક ઓનલાઇન સ્પર્ધાનું આયોજન કર્યું છે જેમાં એલિફન્ટ આટાને સંબંધિત કોઇપણ સ્ટોરી અથવા તો રેસિપી દ્વારા ભાગ લઇ શકાશે. તેમાં તમારા ભોજનમાંના એલિફન્ટ આટાએ તમારા હૃદયમાં કેવી રીતે સ્થાન પ્રાપ્ત કર્યું તેના અનુભવો પણ વર્ણવી શકાશે.
તે ઉપરાંત 23 જુલાઇના રોજ વેમ્બલી લંડન ડિઝાઇનર આઉટલેટ ખાતે એલિફન્ટ આટા દ્વારા ડાયમંડ જ્યુબિલી ઇવેન્ટનું આયોજન કરાયું છે. તેમાં તમને અને તમારા પરિવારને ભાવભીનું આમંત્રણ છે. અમે તમારા માટે અદ્દભૂત આકર્ષણોનું આયોજન કર્યું છએ. ક્વોલિફાય થનારા સ્પર્ધકો માટે એલિફન્ટ આટા પ્રાઇઝ જીતવાની તક પણ રહેશે. આટલા વર્ષો સુધી મળેલાસહકાર માટે અમે તમારા આભારી છીએ. વધુ 60 વર્ષની આશામાં....!