લંડનઃ બ્રિટનમાં વસતા બાંગલાદેશી અને પાકિસ્તાની લોકોમાં નબળાં આરોગ્ય માટે તેમના જનીનો અંશતઃ કારણભૂત હોવાનું વૈજ્ઞાનિકો માને છે. ચોક્કસ કોમ્યુનિટી સંબંધિત સૌથી મોટા જેનોમ સીક્વન્સિંગ પ્રોજેક્ટમાં ૨૦ વર્ષના ગાળામાં લંડનના ટાવર હેમલેટ્સ બરોમાં રહેતાં ૧૦૦,૦૦૦ સાઉથ એશિયનોના લાળના સેમ્પલ અને હેલ્થ રેકોર્ડ્સનો અભ્યાસ કરવામાં આવશે.
આમાંથી કેટલાંક સમુદાય દેશમાં સૌથી ઓછી આયુષ્ય મર્યાદા ધરાવે છે. પાકિસ્તાની પુરુષો બ્રિટનમાં હૃદયરોગનું સૌથી ઉંચું પ્રમાણ ધરાવે છે. બાકીની વસ્તીની સરખામણીએ સાઉથ એશિયનોમાં હૃદયરોગથી વહેલાં મૃત્યુનું બમણું પ્રમાણ રહે છે. લંડનના સાઉથ એશિયન જૂથોમાં આહાર, ઉછેર, જીનેટિક્સ અને ગરીબાઈના પ્રભાવની બાબતો અસ્પષ્ટ છે.