લંડનઃ ૧૭ વર્ષીય તરૂણી સાથે દુષ્કર્મ બદલ સ્વોન્સી ક્રાઉન કોર્ટના જજ ગેકિયન્ટ વોલ્ટર્સે ૪૦ વર્ષીય ટેક્સી ડ્રાઈવર કતાર શાહિનને દસ વર્ષની કેદની સજા ફટકારી હતી અને તેનું નામ આજીવન સેક્સ ઓફેન્ડર્સ રજિસ્ટરમાં રખાશે.
આ તરૂણી પાસે નાણા ન હોવાથી શાહિને તેને મફતમાં ઘરે પહોંચાડવાની વાત કરી હતી. પરંતુ, તેને બદલે તે પહેલા મેકડોનાલ્ડ પર અને પછી પોતાના ઘરે લઈ ગયો હતો અને ત્યાં દુષ્કર્મ કર્યું હતું. કોર્ટમાં શાહિને દુષ્કર્મનો ઈનકાર કર્યો હતો અને દાવો કર્યો હતો કે તે પ્રોસ્ટિટ્યુટ હતી અને સેક્સ માટે તેને ૨૦ પાઉન્ડ ચૂકવ્યા હતા. જોકે, ટ્રાયલ બાદ કોર્ટે તેને દોષિત ઠેરવ્યો હતો.