લંડનઃ લંડનના સૌથી મોટા અને સૌથી સફળ સ્વતંત્ર હોલસેલર્સ પૈકીના એક ધામેચા કેશ એન્ડ કેરીએ ક્રિસમસ ફેસ્ટિવલની આવી રહેલી સીઝન પહેલા એવોર્ડ વિજેતા ગોવા પ્રિમિયમ બીયરના આયાતકાર વાઈકિંગ વેન્ચર્સ સાથે ડિસ્ટ્રીબ્યુશન ડિલ કર્યું છે.
૪૦ વર્ષ અગાઉ શરૂ થયેલા વેમ્બલી સ્થિત ધામેચાના નવ સ્થળોએ સ્ટોર છે અને તાજેતરમાં જ લેસ્ટર અને બર્મિંગહામમાં નવા ડેપો સાથે તેનું વિસ્તરણ કર્યું છે. ઓન એન્ડ ઓફ બન્ને પ્રકારના ટ્રેડ આઉટલેટ્સ પર ગ્લૂટન મુક્ત ભારતીય પીલ્સનરનો પગપેસારો થઈ રહ્યો છે અને તેને માર્કેટ પૂરું પાડવા માટે ગોવા પ્રિમીયમ બીયરનું હવે વેમ્બલી, હેઈસ, બાર્કિંગ, લેસ્ટર અને બર્મિંગહામના ધામેચામાં તેનું વેચાણ થઈ રહ્યું છે.
ઓક્ટોબરમાં ધામેચાના શ્રેણીબદ્ધ સફળ દિવસોના પગલે આ ડિસ્ટ્રીબ્યુશન એગ્રીમેન્ટ કરાયો હતો. વાઈકિંગના પ્રતિનિધિઓએ ધામેચાના પસંદ કરેલા ડેપોની મુલાકાત લીધી હતી અને ગ્રાહકોની ગ્લૂટન વિનાના ક્રાફ્ટ બીયર અને ભારતની આયાતી પ્રોડક્ટને પહેલી પસંદગીની વાત તેમને સમજાવી હતી. ટ્રેડ ડેઝ દરમિયાન ૭૦થી વધુ નવા ખાતા ખૂલ્યા હતા.
વાઈકિંગ વેન્ચર્સના MDબેન પરમારે જણાવ્યું હતું કે મહત્ત્વના સ્થળોએ વિશાળ ગ્રાહકવર્ગ ધરાવતા ધામેચા સાથે હોલસેલ પાર્ટનર તરીકે ક્રિસમસના યોગ્ય સમયે થયેલા કરારને ખૂબ મોટું અને ઉત્સાહજનક પરિણામ ગણી શકાય.
આ બીયર ગોવામાં ઈમ્પાલા ડિસ્ટીલરી એન્ડ બ્રૂઅરી દ્વારા બનાવવામાં આવે છે. ૨૦૧૫માં બોલિવુડ એક્ટર સચિન જોશીએ તેને ખરીદી લીધી હતી. ડ્રિંક્સના શોખીનોમાં સ્પાઈસી ફૂડ સાથે અથવા એકલા પણ આ બીયર લોકપ્રિય છે.