લંડનઃ વોલ સ્ટ્રીટમાં £૫૦૦ બિલિયનનું ધોવાણ સર્જનારા બ્રિટિશ ટ્રેડર નાવિન્દરસિંહ સરાઓને વાયર ફ્રોડ, કોમોડિટીઝ ફ્રોડ અને માર્કેટ ગોલમાલના આરોપોસર યુએસમાં પ્રત્યાર્પણ માટેના કેસના સામનો કરવા કાનૂની સહાય અપાઈ છે, જેનો ખર્ચ બ્રિટિશ કરદાતાના માથે આવ્યો છે.
યુએસ સત્તાવાળાએ હાઉન્ડ ઓફ હંસલો તરીકે ઓળખાયેલા સરાઓની સંપત્તિ ફ્રીઝ કરી દીધી હોવાથી તે £૫ મિલિયનની જામીનની રકમ પણ ભરી શકે અને ખાનગી રીતે બચાવ કરવાની હાલતમાં ન હોવાની દલીલ તેના વકીલોએ કરી છે. નાવિન્દર તેને સતત જેલમાં રાખવાની કાયદેસરતાનો મુદ્દો ૨૦ મેએ હાઈ કોર્ટ સુનાવણીમાં ઉઠાવશે. સંપૂર્ણ પ્રત્યાર્પણ સુનાવણી ૨૪ સપ્ટેમ્બરે યોજાશે.