લંડનઃ વોલ સ્ટ્રીટ અને યુએસ શેરબજારોમાં ભારે ધોવાણ બદલ જવાબદાર ગણાવાયેલા હંસલોના નાવિન્દર સિંહ સરાઓને અગાઉની શરતોએ જ ફરી જામીન અપાયા હતા. જોકે, £પ,૦૦૦,૦૦૦ની સ્યોરિટી જમા ન થતા તેને કસ્ટડીમાં જ રહેવાનો વારો આવ્યો છે.
નાવિન્દર સામે મે ૨૦૧૦માં વૈશ્વિક સ્ટોક માર્કેટમાં કટોકટી સર્જવાનો આરોપ છે અને તેને યુએસમાં પ્રત્યાર્પણ કરવાની ટ્રાયલ ચાલી રહી છે. સરાઓ સામે સપ્તાહમાં વધુ એક સુનાવણી તેમજ ૨૬ મેએ પ્રત્યાર્પણ પ્રક્રિયાની સમીક્ષા કરાશે. તેની સામે ૨૪ સપ્ટેમ્બરે સંભવિત પ્રત્યાર્પણ મુદ્દે સંપૂર્ણ સુનાવણી હાથ ધરાશે. અગાઉ, ઓગસ્ટ મહિનામાં સુનાવણી થવાની હતી, પરંતુ યુએસના બેરિસ્ટર્સ મૂળ તારીખે રોકાયેલા હોવાથી વિલંબ થયો છે.