લંડનઃ લોકો માટે ચાલવાનું સરળ અને આનંદદાયક બનાવવાની લંડન શહેરના મેયર સાદિક ખાનની પ્રતિબદ્ધતાના ભાગરૂપે ટ્રાન્સપોર્ટ ફોર લંડન (TFL)એ ટુટિંગમાં આવેલી JR હલાલ બુચર્સ વિરુદ્ધ ફૂટપાથ પર અવરોધ દ્વારા જાહેર સુરક્ષાને જોખમમાં મૂકવા બદલ અદાલતી કાર્યવાહી કરી હતી. લેવેન્ડર હિલ મેજિસ્ટ્રેટ કોર્ટે કંપનીના બિઝનેસ ડિરેક્ટર ઝાહિદ ચૌધરીને ૪૦૦ પાઉન્ડના દંડ ઉપરાંત, ૧૪૧૦ પાઉન્ડ પ્રોસિક્યુશન કોસ્ટ અને ૪૦ પાઉન્ડ વિક્ટિમ સરચાર્જ તરીકે ચૂકવવા આદેશ કર્યો હતો.
TFLએ માર્ચ, ૨૦૧૫માં ઓપરેશન ક્લીયરવે હાથ ધર્યું ત્યારથી ફૂટપાથ ઉપર ૧,૧૭૪ અવરોધ નોંધાયા છે. ૭૮૩ વોર્નિંગ લેટર્સ મોકલવા ઉપરાંત, ૨૯૧ ફિક્સ્ડ પેનલ્ટી નોટિસ ઈસ્યૂ કરવામાં આવી છે.
અગાઉ લિફ્ટ રેસ્ટોરાં, બાન મિલ કાફે, કોર્નર શોપ, ટુટિંગ સુપર માર્કેટ, ટુટિંગ માર્કેટ અને ટુટિંગ બેક હેન્ડ કાર વોશના માલિકોને પણ આ ગુના બદલ દંડ કરવામાં આવ્યો હતો.