લંડનઃ બ્રિટિશ શિક્ષકો પરનું દબાણ હળવું કરવા શાળાઓએ પરીક્ષાના પેપર્સ તપાસવા માટે ભારત મોકલવા જોઈએ તેવું સૂચન યુનિવર્સિટી કોલેજ લંડનની ઈન્સ્ટીટ્યૂટ ઓફ એજ્યુકેશનના શિક્ષણવિદ્ રેબેકા એલને કર્યું છે. માર્કિંગની વધુપડતી કામગીરી બ્રિટિશ શિક્ષકોની મુખ્ય ફરિયાદ છે. ડો. એલને કહ્યું હતું કે માર્કિંગના આઉટસોર્સિંગ પાછળ પ્રતિ કલાક £૨નો જ ખર્ચ આવે છે અને તે ભરોસાપાત્ર પણ હોય છે.
તેમણે કહ્યું હતું કે શિક્ષકો બાળકોની કામગીરી તપાસવા કોમ્પ્યુટરાઈઝ્ડ ટેકનોલોજીનો ઉપયોગ પણ કરી શકે છે. એક એક્ઝામ બોર્ડ વાંચન, મેથ્સ અને ICT ના ફંક્શનલ કૌશલ્યના માર્કિંગ માટે બેંગ્લોરની કંપનીનો ઉપયોગ કરે જ છે. જોકે, હેડટીચર્સે આ સુચન આવકાર્યું નથી. તેઓ કહે છે કે વિદ્યાર્થીઓને માર્ક આપવા તે શિક્ષકની કામગીરીનો જ ભાગ છે.