પાંચ તરુણ લૂંટારાને કુલ ૪૩થી વધુ વર્ષની જેલ

Tuesday 08th December 2015 05:39 EST
 

લંડનઃસ્નેરબ્રૂક ક્રાઉન કોર્ટે ઈસ્ટ લંડનમાં એકલા લોકો પર હુમલો કરી પાંચ દિવસ કાળો કેર વર્તાવનારા પાંચ તરુણ લૂંટારાઓને કુલ ૪૩થી વધુ વર્ષની જેલની સજા ફરમાવી છે. આ લોકોએ માર્ચ મહિનામાં ન્યૂહેમ અને ટાવર હેમલેટ્સ ખાતે આઠ લૂંટ ચલાવી હતી. છઠ્ઠા લૂંટારાને એપ્રિલમાં કોર્ટ સમક્ષ લવાશે.

કોર્ટે યુસુફ અકરમને આઠ વર્ષ, ઉસ્માહ આફતાબને દસ વર્ષ, હમજાહ જાવીદને આઠ વર્ષ, મોહમ્મદ ઈબ્રાહીમ અલીને નવ વર્ષ અને ૧૦૦૦ પાઉન્ડનો દંડ અને થામિદ ઝમાનને આઠ વર્ષ અને છ મહિનાની જેલની સજા ફરમાવી હતી. પોલીસે આઠમા હુમલાની રાત્રે જ પ્રથમ અપરાધીની ધરપકડ કર્યા પછી બીજા પાંચ હુમલાખોરો પકડાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter