લંડનઃ બ્રિટનમાં બાળકો પાંચ વર્ષની વયે પહોંચે ત્યાં સુધીમાં પેરન્ટ્સ આશરે £૩૫,૦૦૦ જેટલો જંગી ખર્ચ કરે છે, જેમાં બેબીસીટિંગ પાછળ £૫,૦૦૦નો ખર્ચ સમાવિષ્ટ છે. બ્રિટનમાં બાળકો પાછળ સરેરાશ વાર્ષિક £૭,૦૦૦નો ખર્ચ થાય છે, જ્યારે લંડનમાં બાળકો પાછળ સૌથી વધુ એટલે કે વાર્ષિક £૧૦,૦૦૦નો ખર્ચ થાય છે.
બાળકો પાછળના સરેરાશ ખર્ચમાં બાળોતિયાં અને વસ્ત્રો, રમકડાં, ગેમ્સ, સ્પોર્ટ્સ અને મ્યુઝિક ક્લાસીસ સહિતની વિવિધ પ્રવૃત્તિઓ અને તેમને બહાર લઈ જવાના ખર્ચાનો સમાવેશ થાય છે. બેલે જેવાં ક્લાસીસ માટે પેરન્ટ્સને માસિક £૪૦નો ખર્ચ કરવો પડે છે.