પાતળા રહેવાં શું કરશો, કોફી શોપ્સ, ટીવી અને તરંગી ડાયેટ્સથી દૂર રહો

Tuesday 17th March 2015 12:03 EDT
 
 

લંડનઃ NHS ના વોચડોગ National Institute for Health and Care Excellence (Nice) દ્વારા લોકોને પાતળાં કેવી રીતે રહી શકાય તેની માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. Niceએ બ્રેકફાસ્ટ કરવા તેમ જ ટેલિવિઝનના વળગણથી દૂર રહેવાની સલાહ આપી છે. આ માર્ગદર્શિકામાં સ્પષ્ટ કરાયું છે કે પાતળાં રહેવા માટે એટકિન્સ જેવા તુક્કાસમાન ડાયેટ્સ જરા પણ ઉપયોગી નથી. કોફી કલ્ચર અને સ્માર્ટફોન્સ તંદુરસ્ત લાઈફસ્ટાઈલની અવગણના બદલ દોષિત હોવાનું વોચડોગે જણાવ્યું છે.

બાળકોને મિજબાનીમાં મીઠાઈ આપવી ન જોઈએ તેમ જ તરસ છીપાવવા માટે ઉભરો આવતાં પીણાં અને જ્યુસના બદલે માત્ર પાણીનો જ ઉપયોગ કરવાની સલાહ Nice દ્વારા અપાઈ છે. દેશના ઉપચાર સલાહકાર NHSએ પહેલી જ વખત સ્થૂળ બનવાનું ટાળવાં શું કરવું જોઈએ તેના વ્યવહારુ સૂચનો આપ્યાં છે. NHSની સત્તાવાર સલાહ હવે ટેલિવિઝન મુક્ત દિવસો રાખવા અને બ્રેકફાસ્ટ ખાવાને પ્રોત્સાહન આપી રહી છે. આ સાથે લો-કાર્બોહાઈડ્રેટ ખોરાકના નિયમો આપતા ડાયેટ્સ સામે લોકોને ચેતવણી પણ આપે છે.

નેશનલ ઈન્સ્ટિટ્યુટ ફોર હેલ્થ એન્ડ કેર એક્સેલન્સ દ્વારા અપાયેલી કેટલીક સૂચનાઓ આ મુજબ છેઃ

• બાળકોને ઈનામ અથવા ભેટમાં મીઠાઈ કે ચોકોલેટ્સ આપવાનું ટાળો.

• કેટલાંક દિવસોને ટેલિવિઝન મુક્ત રાખવાનો નિર્ણય કરો અથવા દિવસના બે કલાક જ ટીવી જોવાની મર્યાદા બાંધો.

• જો તમને તરસ લાગે તો માત્ર પાણી પીઓ, ઉભરાદાર ડ્રિન્ક્સ કે જ્યુસ પીવાનું ટાળો.

• તુક્કા જેવાં ડાયેટ્સ તેમ જ વધુપડતી કસરતોનું વળગણ પણ ટાળો.

• બ્રેકફાસ્ટમાં સ્નેક્સના બદલે સાદા સિઅરિઅલ્સ (એકદલ અનાજ), ઓછી ફેટનું દૂધ અને ફળ લેવાનું રાખો.

• આહારમાં આખા અનાજની બ્રેડ, પાસ્તા અને રાઈસનો ઉપયોગ કરો.

• પરિવાર તરીકે સાથે મળીને ભોજન કરો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter