લંડનઃ નેશનલ યુનિયન ઓફ ટીચર્સની હેરોગેટ કોન્ફરન્સમાં રજૂ થનારા ઠરાવમાં બાળકોને શાળાની ટર્મ દરમિયાન પારિવારિક રજાઓ ગાળવા લઈ જવા સામેનો પ્રતિબંધ રદ કરવાની હિમાયત કરવામાં આવશે.
મધ્યમ વર્ગો માટે પારિવારિક રજાઓ ગાળવાનું નહિવત બની ગયું છે. વર્કિંગ પેરન્ટ્સ અને ખાસ કરીને ઓછી કમાણી કરતા પેરન્ટ્સ માટે આ કડક નિયમો અન્યાયી છે. નિયમનો ભંગ કરાય તો દરએક પેરન્ટને £૬૦નો દંડ કરાય છે અને દંડ ન ચુકવાય તો ક્રિમિનલ કાર્યવાહી થઈ શકે છે. ઠરાવમાં પ્રતિબંધ દૂર કરવા અથવા વિકલ્પે બાળકો માતાપિતા સાથે એક સપ્તાહ માટે મોકલવાની રજા હેડ ટીચર્સ આપી શકે તેવો ફેરફાર કરવાની માગણી થઈ છે.