લંડનઃ પુરુષના હૃદય સુધી પહોંચવાનો માર્ગ ઉદરમાં થઈને એટલે કે આહાર હોવાનું ભલે કહેવાતું હોય પરંતુ તેનું મગજ સારા ખોરાકની સરખામણીએ સેક્સની જરૂરિયાત સંતોષવા પર વધુ ભાર મૂકે છે. પુરુષના મગજનું વાયરિંગ જ એ પ્રકારનું છે. તેના મગજમાં રહેલાં વિશિષ્ટ ન્યુરોન્સ ખોરાક લેવાની ઈચ્છાને દબાવી દે છે.
વિચિત્રતા એ છે કે સ્ત્રીઓના મગજમાં આ પ્રકારના ન્યુરોન્સ નથી, જેના કારણે નિર્વાહની સરખામણીએ સેક્સ તેના માટે ગૌણ બને છે. આ પ્રકારના ન્યુરોન્સ સુક્ષ્મ નેમાટોડ્સ જંતુઓના મગજમાં જ મળ્યાં છે, પરંતુ યુનિવર્સિટી કોલેજ લંડનના સંશોધકો માને છે કે પુરુષોમાં પણ આ વ્યવસ્થા કાર્યરત હોવાની શક્યતા છે. પુરુષ અને સ્ત્રીના મગજનું વાયરિંગ અલગ હોવાનો મુદ્દો પણ વિવાદિત છે, જે વિશે વિજ્ઞાનીઓ અને નારીવાદીઓ દાયકાઓથી દલીલો કરતા આવ્યા છે