લંડનઃ ગરીબી રાહત ચેરિટી બાર્નાબાસ એઈડ ઈન્ટરનેશનલના ડિરેક્ટર પેટ્રિક સુખદેવને સ્વિન્ડન ક્રાઉન કોર્ટની જ્યુરીએ સેક્સ્યુઅલ હુમલા તેમ જ સાક્ષીને ધમકાવવાના ત્રણ ગુનામાં દોષિત ઠરાવ્યા હતા. પ્રત્યેક ગુના માટે ત્રણ મહિનાની કોમ્યુનિટી સજા અપાઈ છે અને બધી સજા એકસાથે ગણાશે.
આ ઉપરાંત, સુખદેવને બપોરના ત્રણથી બીજા દિવસની સવારે સાત વાગ્યા સુધી ત્રણ મહિનાના કરફ્યુ હેઠળ રખાશે અને આ સમયગાળામાં તેઓ ઘર છોડી શકશે નહિ. સુખદેવને પ્રોસીક્યુશન ખર્ચ તરીકે £૩,૫૦૦ અને વિક્ટિમ સરચાર્જના £૬૦ ચુકવવાનો પણ આદેશ કરાયો હતો. અગાઉ, ક્રિશ્ચિયન પોવર્ટી ચેરિટી બાર્નાબાસ ફંડના ટ્રસ્ટી રહેલા સુખદેવે નવી ચેરિટીનો કાર્યભાર સંભાળ્યો હતો.