લંડનઃ સમગ્ર પેન્શન ભંડોળ ઉપાડવા લોકોને છૂટ આપતાં નવા નિયમોથી નવા છીંડા સર્જાયા છે, જે પેન્શન બેનિફિટ્સમાં પતિ-પત્ની વચ્ચે ભાગીદારીના કરારોથી ઉપરવટ જઈ શકે છે. અલગ થયેલા જીવનસાથીને પેન્શન ભંડોળમાં સહભાગી બનાવવા સહમત થયેલા ડાઈવોર્સી બચતકારો નવા સંજોગોમાં ૫૫ વર્ષની વય પછી ફંડની રકમ એક સાથે ઉપાડી સંપૂર્ણ ભંડોળ પોતે રાખી શકશે.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર નિયમિત પેમેન્ટ પર આદાર રાખતી સંખ્યાબંધ પૂર્વ પત્નીઓ માટે વૃદ્ધાવસ્થામાં હવે કોઈ રકમ ન રહે તેવી શક્યતા વધુ છે. પેન્શન સુધારા અગાઉ મોટા ભાગના બચતકારોને એન્યુઈટી ખરીદી ફંડને નિવૃત્તિમાં નિયમિત આવકમાં ફેરવવાની ફરજ પડતી હતી.