લંડનઃ પાંચ લાખ જેટલાં પેન્શન બચતકારોએ તેમના નાણા વહેલા મેળવવા હશે તો ફંડના ૨૦ ટકા જેટલી ઊંચી એક્ઝિટ ફી ચુકવવાની ફરજ પડશે. આનુ કારણ તેમની પોલિસીમાં લખાયેલાં ભારે દંડની કલમો છે.
ઓછામાં ઓછા ૨૫૦,૦૦૦ પેન્શનર વહેલી રકમ મેળવવા ઈચ્છુક છે, પરંતુ સાચો આંકડો ૫૦૦,૦૦૦ હોઈ શકે છે. જૂની પેન્શન યોજનાઓમાં બચતકારો તેમના નાણા અન્યત્ર ટ્રાન્સફર કરવા માગે અથવા નિશ્ચિત નિવૃત્તિ તારીખ પહેલા પાછા મેળવવા ઈચ્છે તો આ ચાર્જ કે દંડ ભરવાની જોગવાઈ સામેલ છે. છઠ્ઠી એપ્રિલથી લાગુ નવા પેન્શનલક્ષી સુધારામાં ૫૫થી વધુ વયના પેન્શનર ઈચ્છે ત્યારે સંપૂર્ણ કે અંશતઃ રકમ ઉપાડી શકે અથવા એન્યુઈટી ખરીદી શકે તેવાં વિકલ્પો અપાયા છે.