લંડનઃ અખબારી સ્વાતંત્ર્યને સ્વીકારતા વડા પ્રધાન ડેવિડ કેમરને સ્પષ્ટ કર્યું છે કે જજની પરવાનગી વિના પોલીસ અખબારી સંવાદદાતાના ફોન રેકોર્ડ્સની જાસૂસી કરી શકશે નહિ. તેમણે પોલીસ દળો માહિતીસ્રોતની ઓળખ માટે ત્રાસવાદવિરોધી સત્તાનો દુરુપયોગ ન કરે તેવાં પગલાંની ખાતરી આપી હતી.
તપાસમાં જાણવા મળ્યું છે કે ત્રણ વર્ષમાં રિપોર્ટ્સ અથવા તેમના સંપર્કો પર જાસૂસી કરવા ૬૦૮ અરજીને મંજૂરી મળી હતી. ડિસેમ્બરમાં સરકારે જણાવ્યું હતું કે વિવાદી રેગ્યુલેશન ઓફ ઈન્વેસ્ટિગેટરી પાવર્સ એક્ટ હેઠળ પોલીસ પત્રકારોના ટેલીકોમ ડેટા માટે પોતાની જ અરજીને મંજૂરી આપવાનું ચાલુ રાખશે. ઈન્ટરસેપ્શન ઓફ કોમ્યુનિકેશન્સ કમિશનર સર એન્થોની મેના રિપોર્ટમાં જજની પરવાનગી વિના ફોન રેકોર્ડ્સ ન તપાસાય તેવી ભલામણ કરાઈ છે.