લંડનઃ હેરોની આલ્ફા પ્રેપરેટરી સ્કૂલના ધોરણ છના વિદ્યાર્થીઓ-આરોહી કુલકર્ણી અને વિશ્રુથ દામોદરન નેશનલ પ્રાઈમરી મેથેમેટિક્સ ચેલેન્જમાં બ્રોન્ઝ મેડલ જીતી લાવ્યા છે. દેશના શ્રેષ્ઠ ઉભરતા ગણિતશાસ્ત્રીઓ શોધવા ધ મેથેમેટિકલ એસોસિયેશન દ્વારા આ સ્પર્ધા યોજાય છે.
આ ચેલેન્જનો પ્રથમ તબક્કો નવેમ્બર ૨૦૧૪માં યોજાયો હતો, જેમાં દેશના ૮૦,૦૦૦ વિદ્યાર્થીએ ભાગ લીધો હતો. આરોહી અને વિશ્રુથ સર્વોચ્ચ એક ટકામાં આવતા તેમને ફેબ્રુઆરીના બોનસ રાઉન્ડમાં બોલાવાયા હતા. બન્ને વિદ્યાર્થીનો સમાવેશ એવોર્ડવિજેતા ૫૩૦ સ્પર્ધકોમાં થયો હતો. આલ્ફા પ્રેપરેટરી સ્કૂલના મિ. સિલ્વેસ્ટરે કહ્યું હતું કે આરોહી અને વિશ્રુથ કાંસ્યચંદ્રક જીત્યા તે અમારા માટે ગૌરવની વાત છે.