તેમણે લેખિત નોંધ વાંચતા જણાવ્યું હતું કે, ‘સૌપ્રથમ મારે રેકોર્ડ ખાતર પણ ગત થોડાં સપ્તાહોની ઘટનાનો ઉલ્લેખ કરવો જોઈએ અને હું માત્ર બકિંગહામ પેલેસ દ્વારા મારા વતી કરાયેલા નિવેદનોનો પુનરુચ્ચાર જ કરવા ઈચ્છું છું.’ તેમણે ઉમેર્યું હતું કે,‘મારું ધ્યાન મારા કાર્ય પર કેન્દ્રિત છે અને આ સાંજના સમારંભમાં મેં સ્થાપેલા અને જેના માટે ઉત્કટતા ધરાવું છું તેવા કેટલાંક ઈનિશિયેટિવ્સ અંગે કહેવા માગુ છું.’ જાહેરમાં પોતાની અંગત બાબતમાં આટલું કહેવું પ્રિન્સ માટે મુશ્કેલ હતું પરંતુ વરિષ્ઠ સહાયકો અને કાનૂની સલાહકારો સાથે વિશદ ચર્ચા પછી સતત ઉછાળાતાં વિવાદાસ્પદ આક્ષેપોનો સામનો કરી લેવાનો તેમણે નિર્ણય લીધો હતો.