લંડનઃ પ્રિન્સ ફિલિપની કાર સાથેના અકસ્માતમાં હાથનું કાંડુ તૂટી ગયા બાદ પ્રિન્સની ટીકા કરનારી મહિલા પર આ ઘટના ઉપરાંત અગાઉના કાર ડ્રાઈવિંગના ચાર ગુના માટે છ મહિના સુધી કાર ડ્રાઈવિંગ પર પ્રતિબંધ મૂકાયો હતો તેમજ દંડ કરાયો હતો.
ગઈ ૧૭ જાન્યુઆરીએ જે કિયા કાર પ્રિન્સ ફિલિપની રેન્જ ફ્રિલેન્ડર કાર સાથે અથડાઈ હતી તેમાં ૪૬ વર્ષીય એમા ફેરવેધર પેસેન્જર હતી. એમાએ પ્રિન્સ ફિલિપનો વાંક હોય તો તેમની સામે કાર્યવાહીની માગ કરી હતી. કિંગ્સ લિન મેજિસ્ટ્રેટ્સ કોર્ટમાં ઝડપી કાર ચલાવવાના બે કાઉન્ટ અને ગયા વર્ષે એક ગુનામાં દોષી ફોક્સવેગન ગોલ્ફના ડ્રાઈવરને ઓળખી ન શકવાના બે કાઉન્ટ માટે એમાને તેની ગેરહાજરીમાં સજા સંભળાવવામાં આવી હતી. ગત ૧૪ જુલાઈ,૨૦૧૮ અને ૨૯ ઓગસ્ટ, ૨૦૧૮ના રોજ નોરફ્લોકના ટેવરહામમાં આ ફોક્સવેગન ગોલ્ફ ૩૦એમપીએચ લિમિટમાં વધુ ઝડપે જતી સ્પીડ કેમેરામાં ઝડપાઈ હોવાનું કોર્ટ પેપર્સમાં જણાવાયું હતું.