લંડનઃ રેફ્રિજરેટર્સના ફ્રીઝરને સલામત બનાવવાની અપીલ સાથે લંડન ફ્રાયર બ્રિગેડ દ્વારા હેરોની એક વ્યક્તિના મોતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. લંડનમાં ૨૦૧૦ પછી સાત મૃત્યુ અને ૭૧ ગંભીર ઈજાની ઘટનાઓ છતાં મોટા ભાગના ફ્રિજ ઉત્પાદકોએ ડિઝાઈનો સુધારી નથી.
લંડન ફ્રાયર બ્રિગેડના ડેપ્યુટી કમિશનર રીટા ડેક્ષ્ટરે જણાવ્યું હતું કે આગ લાગે ત્યારે ઘરના ઉપકરણોમાં ફ્રિજનાં ફ્રીઝર સૌથી જોખમી બની રહે છે. ફ્રિજનાં ફ્રીઝર્સના કારણે સપ્તાહમાં સરેરાશ એક આગની ઘટના સર્જાય છે. ઉત્પાદકોએ આ ઉપકરણોનો પાછલો હિસ્સો ફાયર-પ્રૂફ અથવા આગને મંદ રાખે તેવી સામગ્રીમાંથી બનાવવા જોઈએ. આટલી સાવચેતી રખાય તો પણ અનેક બિનજરૂરી મૃત્યુ નિવારી શકાય છે.