લંડનઃ પેરન્ટ્સ સ્વીટ્સ કરતા વધુ આરોગ્યપ્રદ હોવાની માન્યતા સાથે પોતાના બાળકો માટે ફ્રૂટ સ્નેક્સ ખરીદે છે. જોકે તેમની માન્યતા ભૂલભરેલી હોવાની ચેતવણી એક્શન ઓન સુગર જૂથે આપી છે. બાળકો માટેના છમાંથી પાંચ પ્રોસેસ્ડ ફ્રૂટ સ્નેક્સમાં મીઠાઈ કરતા પણ વધુ ખાંડ હોય છે.
પેરન્ટસ બાળકો માટે ફ્રૂટ લીધર્સ, ફ્લેક્સ, રોલ્સ અને ચ્યુઝ ખરીદે છે, જેમાં હેરિબોના પેકેટની સરખામણીએ ખાંડનું વધુ પ્રમાણ હોય છે. એક્શન ઓન સુગર જૂથે ટેસ્કોના યોગર્ટ કોટેડ સ્ટ્રોબેરી ફ્રૂટ બાઈટ્સ અને વ્હીટવર્થ્સના સની કોટેડ કસ્ટર્ડ રેઈઝિન્સ સહિત અનેક ફ્રૂટ સ્નેક્સના વિશ્લેષણ પછી જણાવ્યું હતું હતું કે તેમાં ખાંડનું પ્રમાણ બે તૃતીઆંશથી વધુ હતું.