લંડનઃ પુરુષને જેટલી વધુ પત્ની હોય તેમ હૃદયરોગનું જોખમ નોંધપાત્રપણે વધે છે. બહુપત્નીત્વની આરોગ્ય અસરો વિશે પ્રથમ મોટા અભ્યાસમાં સાઉદી અરેબિયા અને યુનાઈટેડ આરબ એમિરેટ્સના ૬૮૭ પુરુષ સંકળાયા હતા. જેમાંથી ૬૬ ટકાને એક પત્ની હતી, જ્યારે બાકીનાને બેથી ચાર પત્ની હતી. ઘણા બ્રિટિશ મુસ્લિમો પણ બહુપત્નીત્વ પ્રથાને અનુસરે છે.
બહુપત્નીત્વ હૃદયરોગનું જોખમ ચાર ગણું વધારે છે. વધુ ઘર ચલાવવાના અને વધુ પત્ની સાથે લાગણીના તણાવની અસર હૃદય પર પડે છે. દરેક વધુ પત્ની સાથે જોખમનું પ્રમાણ વધે છે. જેદ્દાહની કિંગ ફૈઝલ સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ અને રીસર્ચ સેન્ટર દ્વારા અભ્યાસ અબુ ધાબીમાં એશિયન પેસેફિક સોસાયટી ઓફ કાર્ડિયોલોજી કોંગ્રેસ ખાતે રજૂ કરાયો હતો.