બાળકોના પોકેટ મનીમાં બમણો વધારો

Wednesday 26th August 2015 05:42 EDT
 
 
લંડનઃ બ્રિટનમાં લોકોને મળતાં વેતનની સરખામણીએ બાળકોને અપાતા પોકેટ મનીમાં બમણો વધારો થયો છે. સરકાર બેનિપિટ્સમાં કાપ મૂકતી રહી છે પરંતુ પેરન્ટ્સ પોતાના સંતાનો માટે આમ કરી શકતાં નથી. ૧૯૮૭ પછી વેતનોમાં સરેરાશ ટકાની વૃદ્ધિ થઈ છે, પરંતુ પોકેટ મનીમાં ૪૪૮ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. આની સરખામણીએ આ સમયગાળામાં વેતનોમાં સરેરાશ ૧૯૩ ટકાનો વધારો થયો છે. હેલિફેક્સ દ્વારા પોકેટ મની રિપોર્ટ અનુસાર હાલ સંતાનોને અપાતું સરેરાશ સાપ્તાહિક ખિસ્સાખર્ચ £૬.૨૦ છે, જે ૩૦ વર્ષ અગાઉ £૧.૧૩ હતું.બીજી તરફ, ખિસ્સાખર્ચ મેળવવા માટે બાળકોએ ઘરકામમાં કેટલીક મદદ પણ કરવાની હોય છે. જોકે, માત્ર ૫૯ ટકા બાળકોએ આવું ઘરકામ કરવું પડે છે, ગયા વર્ષે આ ટકાવારી ૬૫ની હતી. પેરન્ટ્સ છોકરીઓ તરફ વધુ નરમ રહે છે અને ૫૦ ટકા જેટલી છોકરીઓ ખિસ્સાખર્ચ મેળવવા ઘરકામમાં મદદ કરે છે. આની સામે ૭૫ ટકા છોકરાઓને કામ કરવાની મોટી યાદીનો સામનો કરવો પડે છે. આ કામોમાં બેડરુમ્સને વ્યવસ્થિત રાખવા, ઘરને ધોવું અને સ્વચ્છ રાખવા સહિતનો સમાવેશ થાય છે. બાળકો એટલા ચાલાક હોય છે કે ચારમાંથી એક બાળક શાળાનું હોમવર્ક કરવાને પણ ખિસ્સાખર્ચ મેળવવાના કામકાજની યાદીમાં ગણાવે છે.નાણાકીય કટોકટીનો બોજો આવ્યો તે અગાઉ, ૨૦૦૬માં અપાતો ખિસ્સાખર્ચ સૌથી ઊંચો હતો અને દર સપ્તાહે આશરે £૮.૩૭ની રકમ બાળકોને મળતી હતી. આ પછીના વર્ષે થોડાં પેન્સનો ઘટાડો થયો હતો અને મંદીની અસર હેઠળ ૨૦૧૦માં રકમ વધુ ઘટીને £૫.૮૯ થઈ હતી. ૨૦૧૧માં તેમાં સુધારો થતાં રકમ £૬.૨૫ અને ૨૦૧૨માં ઘટીને £૫.૯૮ થઈ હતી. આ પછી તેમાં સતત વધારો થતો રહ્યો છે.

comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter